Gujarati Quote in Microfiction by Bhavna Bhatt

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

* લોહી * વાર્તા... 9-6-2019
લઘુકથા...

આશા ને પિયુષ ના હમણાંજ લગ્ન થયા હતા. એકવાર પગફેરો પિયર થઈ ગયો હતો અને લગ્નને એક મહિનો થયો હતો. આશાની ઈચ્છા પિયર જવાની હતી. ઘરમાં વાત કરી પિયુષ ગાડી લઈને જોડે આવ્યો. આશાનું પિયર એક નાનું ગામડુ હતુ. આશા અને પિયુષ ઘરે પહોંચ્યા બધાને મળ્યા. આશા ખૂબ જ ખુશ હતી પિયરના બધા મળ્યાં હતા. અચાનક આશાના ભાભીને લોહીની વોમીટ થઈ બધા ગભરાઈ ગયા. પિયુષે તરતજ અમદાવાદ પોતાના પિતાને ફોન કરી મોટા ડોકટરનો ટાઈમ લેવા કહ્યું અને એ જ ગાડીમાં બધા દવાખાને પોહચ્યાં ત્યાં ભાભીને ફરી લોહીની વોમીટ થઈ. ડોક્ટર સાહેબે ચેક કરી રીપોર્ટ કરાવ્યા અને લોહી ચઢાવવુ પડશે. રાતે તો બલ્ડ બેંક બંધ થઈ ગઈ હતી. પિયુષે કહ્યું કે મારુ લોહી આપો. મારુ ઓ નેગેટિવ છે. ભાભીની જિંદગી બચી ગઈ અને એક નવો લોહીનો સંબંધ બંધાઈ ગયો....
ભાવના ભટ્ટ અમદાવાદ....

Gujarati Microfiction by Bhavna Bhatt : 111191755

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now