મને ગમતી કોઈ ખબર મળે
ભલે આંસુ ભરેલી નજર મળે
શક્યતા નથી સાંભળવાની એને
ગુંજ્યા કરે સતત એવો સ્વર મળે
થાક્યા છે નયન રાહ જોઈ એની
મળે 'તું ' કાયમી એવી ખબર મળે
લગાવી દઉં લાગવગ પ્રભુ પાસે
થોડી જગ્યા આકાશ ઉપર મળે
ચાલે છે જીવન ઝંખનાને સહારે
છોડી દઉં શ્ર્વાસ જો ઇશ્વર મળે
વિભા પટેલ પંડ્યા અમદાવાદ
'વિભુ'