બેફામ બનીને મારે ક્યાં ગામમાં ફરવું છે ?
બની શકાય તો માણસ બનીને ઘુમવું છે,
કોઈની આંખોનું કાજળ બનીને વસવું છે,
તો તારા હ્રદયની ધડકન બનીને ધડકવું છે,
ભલે મિલાવે ના હાથ કોઈપણ દોસ્ત મારા,
હાથ મિલાવી મારે દોસ્ત તારો જ બનવું છે,
મારે તું લાત તો પણ મારે રોજ તને જ નમવું છે,
તારી ચરણરજ ચાખીને પછી જ મારે જમવું છે,
બેફામ બની ફરનારા ભલે ફરે જગતમાં "ચિરાગ",
મારે તો તારી યાદમાં લખીને જીવતા જ મરવું છે !
Written by : ચિરાગ ચાવડા - ઉપલેટા.