Gujarati Quote in Poem by Ravi Nakum

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આદરની એ પૂતળી છે,

મનથી એ ખૂબ ગોરી છે,

દિલમાં એનાં કોઈ ચોરી નથી,

સ્વમાનની એ પૂતળી છે,

ચંચળ મનની એ એક છોરી છે,

પરિવારની એ પરી છે,

કંઠેથી સરસ્વતી છે,

એતો ઘરની લક્ષ્મી છે,

સ્વમાનની એ પૂતળી છે.

આંખે એની નમણાંઈ છે,

વાતોમાં એની વાલપ છે,

શ્વાસોમાં મારી એ રોજ મહેંકે,

ધડકન બની મારાં હૃદયમાં ધબકે,

સ્વમાનની એ પૂતળી છે.

જોવા એને મારી આંખો તરસે,

વસાવવા એને મારું દિલ તડપે,

જેવી તરસ ચાતકને એક બુંદ વરસાદની,

એવી જ તરસ મને બસ તને પામવાની.


-ખામોશી (રવિ નકુમ)

#khamoshi

Gujarati Poem by Ravi Nakum : 111190624
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now