?
જીંદગી નાની છે પણ..
દરેક પળમાં ખુશ છું !
કામમાં ખુશ છું !
આરામમાં પણ છું !
આજે પનીર નહીં તો,
દાળમાં પણ ખુશ છું !
આજે ગાડી નથી તો,
પગે ચાલવામાં ખુશ છું !
આજે કોઈ નારાજ છે,
તો તેનાં અંદાજમાં ખુશ છું !
જેને જોઈ શકતો નથી,
એનાં અવાજથી જ ખુશ છું !
જેને પામી નથી શકતો,
એનાં વિચારોમાં જ ખુશ છું !
સમય જે જવાનો જ હતો
એ તો જતો રહ્યો,
એની મીઠી યાદોમાં ખુશ છું !
એક સમય કાલે આવશે,
એની રાહ જોવામાં ખુશ છું !
હસતાં-હસતાં જીંદગીની
બધી પળ વિતાવું છું !
મારી આજમાં ખુશ છું !
જીંદગી નાની છે,
મારી દરેક પળમાં ખુશ છું !
જો દિલને ગમી હોય તો જવાબ આપજો,
નહીંતર હું વગર જવાબે પણ ખુશ જ છું !