તાજા તાજા ફૂટી નીકળતા પ્રેમના નામ રૂપી વાયરામાં ક્યાંક કોઈક જિંદગી વિખેરાય ના જાય એ જરા જોજો. મારી હોય કે તમારી જિંદગી તો જિંદગી જ છે ને વ્હાલા ! એના અનુસંધાનમાં એક રચના...
સોશ્યલ મીડિયા પર થયેલો પ્રેમ કે પછી વહેમ કે ખેલાયેલો ખેલ ?
મળ્યા હજી હમણાં હમણાં ને તમે તો લાગણી માં ડૂબી ગયા,
થઈ બે ઘડી મીઠી વાતો શું આપણી ને તમે પ્રીત નું નામ દઈ બેઠાં.
કોણ છે, કેવું છે ? જાણવું તો હજી આઘુ જ રહી ગયું આપણે,
ખરીદી લીધી હોય રૂપિયામાં એમ તમે તો અમને ' મારી ' કહી બેઠાં.
શું પ્રેમ ? શું લાગણી ? બસ ખાલી વહેમ છે તમારી મનની માયાનો,
નાદાન હતા અમેય અરે ! એટલે જ તો તમારી રમતનો ભાગ બની બેઠાં.
કાળુ મન જાણી શું ગયા સૌ, બદનામીનો ડાઘ મુજપર છોડી ગયા,
આહત થઈ છે જિંદગી મારી, અને તમે ખુદને બેકસુર કહી બેઠાં.
થયું જે સંગ મારી, ખેવના બસ એટલીજ કે હવે ના કોઈ ભ્રમિત થાય.
ભોળપણ મારું લાજ્યું જે અમે એક વહેશી ને અવસર આપી બેઠાં.
મિલન લાડ.