Gujarati Quote in Thought by mayur makwana

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સાંજ ના પોર ની ઠંડી હવા ઓ
અને ગરમ ગરમ અમૃત જેવી મારી આ ચા?!!....

ચા નો હું વધારે શોખીન તો નહોતો
પણ રાજકોટ ગયા પછી ખબર પડી કે આ તો અમૃત છે..

લોકો માટે ચા જે પણ હોય...
પણ મારા માટે ચા એક પાક્કી મિત્ર છે!
મને હજુ પણ યાદ છે એ દિવસ
જ્યારે હું સિંગલ હતો ત્યારે પણ મારી સાથે ચા જ હતી...
હું રિલેશન શિપ માં આવ્યો ત્યારે પણ ચા જ હતી
અને જ્યારે સામે વાળા પાત્ર એ દગો કર્યો..
ત્યારે પણ સહારો તો ચા એ જ આપ્યો!!

કદાચ એટલે જ આ ચા મારા માટે બવ ખાસ છે.

મને આજ પણ એક વાત ની ખાતરી છે કે બીજું કોઈ સાથ આપે ના આપે
પણ ચા સાથે રહેશે જ..
કેમ કે એને શાશ્વત પ્રેમ કર્યો છે❤

મારા જીવન માં ઘણા ઉત્તર ચડાવ આવ્યા
લોકેશન બદલાણા, લોકો બદલાણા પણ ના બદલાણી એવી માત્ર આ ચા☕.

મને તો આ ચા આજે હું સિંગલ છું એવું ફિલ જ નથી થવા દેતી
અને આવી દોસ્ત બધા ના નસીબ માં ક્યાં હોય છે?

જ્યારે હું એકલો હોવ છું ત્યારે મારો સાથીદાર છે ચા..
દુઃખ માં ચિંતા માં એક વ્યક્તિ જ મને બાર કાઢવા માટે પોતે ખાલી થઈ જાય છે
એ છે ચા..
સુખ માં બધા સાથે હોય ત્યારે પણ મારો સાથ આપે એ છે ચા?

ચા સાથે જોડાયેલી બધી જ વસ્તુ ઓ મને ગમે
જેમાં થી એક છે ગુજરાતી વેબ સિરીઝ "બસ ચા સુધી"
મેં આ વેબ સિરીઝ ના બન્ને સિઝન જોયા
મારા માટે તો સૌથી પ્રિય વેબસિરિઝ છે..
હું તો કવ છું કે તમે પણ જોય આવો યૂટ્યૂબ પર
"બસ ચા સુધી"
અને સાથે ચા પીવા નું ભૂલતા નય હો!!

??

Gujarati Thought by mayur makwana : 111190184

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now