Gujarati Quote in Blog by Bhavna Bhatt

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

* ભણતરનો ભાર * લેખ.. 7-6-2019
ચિત્ર પરથી રચના..

ભાર વગરનું ભણતર હવે ક્યાં રહ્યું છે?. હરિફાઈ ના યુગમાં મા-બાપ જ સંતાનોને ભણતરના ભાર નીચે દાબે છે. ડોનેશન આપી ખોટા અંહમને સંતોષવાની દોટ કે મારુ બાળક એક મોટી નામના વાળી સ્કૂલમાં ભણે છે. અને એ દોટમાં ખાનગી સ્કુલોની મરજીને અનુસરે છે. અને આમ જ બાળક શિક્ષણના ભારથી દબાતું, કચડાતું જાય છે. એટલો જ વાંક શિક્ષણની પ્રણાલી ને ઉંચુ લઈ જવામાં ભણતરનો ભાર હળવો કરવાની જગ્યાએ વધારી દીધો આમ બાળક બન્ને બાજુથી શિક્ષણના ભારથી દબાતું રહ્યુ. ખોટી ટકાવારી અને ગ્રેડ સિસ્ટમમાં ભણતરનો ભાર વધતો રહ્યો. કાગળની ડિગ્રી મેળવવાની લ્હાયમાં બાળકનું બચપણ રૂંધાઈ ગયું. આમ જ હરિફાઈમાં બાળક દોડતું રહે છે. બાળપણથી જ મા- બાપની અપેક્ષાઓ નો ભાર, દફ્તરમાં ચોપડાનો ભાર અને સ્કુલમાં હોશિયાર વિધાર્થીના નામના ભાર સાથે બાળક પિસાતો રહે છે. આ ભાર દૂર કરવા શિક્ષણ પ્રણાલી અને મા- બાપે સમજવાની જરૂર છે...

ભાવના ભટ્ટ અમદાવાદ....

Gujarati Blog by Bhavna Bhatt : 111190072

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now