ક્યારેક પારકા તો ક્યારેક આપણા ,
બધા જ રિસાય છે અહી
ભર્યા ઉનાળાની સિઝનમાં
પાણી જ, માછલીથી રિસાય છે અહી..
તુ ખાલી ખોટી અમથી વાતો ન કર,
રોજ હસાવનારાય રડાવે છે અહી,
જેને ભુલવાની કોશિશ થાય છે રોજેરોજ
એની જ યાદ આવે છે અહી...
જનમ દી ની તારીખો યાદ રાખનારાને કહી દઉ
રોજેરોજ મરનારાય માણસોય મળે છે અહી..
તુ આ ગુલાબ,ગિફ્ટ,પત્ર
બધુ કોને જઇને આપીશ જયેશ
તારી સાથે બેસનારા જ નહી પણ,
ખાલી તારો ફોટો જોઇને રડવા વાળાય
મળે છે અહી..
-- Rathavi SAHEB!