કોણ એ શોધી લાવશે.?
નાની નાની વાતો માં હસવાનું
નાની નાની વાતો માં રિશાઇ જવાનું
કયારેક કિટ્ટા કરી !
ફરી રમત માં જોડાઇ જવું
કોણ એ શોધી લાવશે?
મિત્રો સાથે ફળીયા માં દોડવું
કયારેય ના થાકવું
તો કયારેય ના હારવું
કોણ એ શોધી લાવશે?
રમત રમત માં સમય કયાંય નિકળી ગયો
જિંદગી ની દોડમાં એ નિર્દોષ ચહેરો ખોવાઈ ગયો
કોણ એ શોધી લાવશે?
હેમાંગી