ઈદ.....
આજે તહેવાર આવ્યો છે.ઈદ કેરો,
મને મુબારક મોકલજો મુસ્લિમ ભાઈ બહેનો,
આજ ના દિવસ ની જેમ આંનદ રાખજો,
પ્રેમ ને ધર્મ બનાવજો,પ્રેમ નો સંદેશ પાઠવજો.
આવો આનંદ ઉલ્લાસ રાખજો સદા,
ખીર જેવા સંબંધો રાખજો કાયમ ને.
ઈશ્વર અને અલ્લાહ એક શક્તિ છે,
આ વાત મન માં ગાંઠે બાંધજો સદાય.
એક જ માટી એક શ્વાસ,એક જ કાયા,
રક્ત લાલ છે,એકતા ના સંદેશ આપજો વાલા.
ભાઈચારા થી રહેજો વાલા,
ધર્મ ના નામે ઝેર ઘોળશો નહીં.
માનવતા ને કાયમ રાખજો,
હિન્દુ મુસ્લિમ એક માં ના સંતાનો બોલજો,
ભારત માં ની જય બોલજો ,
ઈદ મુબારક.......
શૈમી ઓઝા લબ્જ