તું રડીશ ત્યારે હું નહિ હોવ,
તું હસીશ ત્યારે પણ હું નહિ હોવ,
જાકારો બધેથી મળશે ત્યારે આવકારો મારો નહિ હોય,
દુઃખો માં ભાગીદારી મારી નહિ હોય,
સુખમાં પણ હિસ્સેદારી મારી નહિ હોય,
પણ, જ્યારે તું ખુદમાં પણ નહીં હોય,
અસ્તિત્વ તારું તને કનડે ત્યારે હું હોઈશ,
જાત તારી તને જાકારો આપશે ત્યારે હું હોઈશ,
ખુદ ને તું ખુદ નહિ મળે ત્યારે હું હોઈશ,
ભીતર તારી તું નહિ હોય ત્યારે હું હોઈશ...