ચાલ જીવી લઈએ....!!!
વ્યસ્તતા ભર્યા જીવન માં થી એકાદ ,
નવરાશ ની પળ ચાલ જીવી લઈએ....
બે રંગ થઈ ગયેલી જિંદગી માં ,
આજે રંગો ભરી ચાલ જીવી લઈએ.....
બેસુરી બની ગયેલી આ જિંદગી માં,
સરગમ ના સુરો રેલાવી ચાલ જીવી લઈએ....
મુરઝાયેલા ચેહરા ઉપર સ્મિત લાવી ,
ખીલેલા ગુલાબ જેવા બનાવી લઈએ.....
અસરલ થઈ ગયેલી આ જીંદગી ને ફરી ,
એકવાર સરલ બનાવી ચાલ જીવી લઈએ....
આપના પ્રેમકથા ને અનુસરતા લોકો માટે,
એક ઉમદા ઉદહરણ બની શકીએ તેમ ચાલ જીવી લઈએ....
સરલ (સરગમ ભટ્ટ)
અમદાવાદ....