ગઝલ/એક ખત
ગઝલ
એક ખત મળ્યો છે સરનામાં વગર,
મૌનને ચાલ્યું ન દીવાના વગર?
એટલા ગાલિબ છે, મારા શહેરમાં,
શેર પણ લખતા ન મયખાના વગર.
છે સડક પર વાહનો અપરાધના,
આ બધા છુટ્ટા છે , જુર્માના વગર.
આગ્રહ ના સમજાયું એનો, અવસરે,
કાજ તો થઇ જાય છે મારા વગર.
પૂર્ણ સૌ થઇ જાય છે અજવાસમાં,
હર નવી ઈચ્છાઓ અંધારા વગર.
સૂર્યની સામે ' દિવા ' વટ પાડવા,
શિસ્તમાં ઊભા છે શરમાયા વગર.
સિદ્દીકભરૂચી.