દીવો લઇ ને ગોતવા નિકળે ,
તને ક્યા કોઇ પામે ઈશ્વર !
સરનામુ સતત બદલતો રહે,
હવે કોઈ ક્યા ધામે ઈશ્વર !
અટકે પછી નથી લેવાતા ,
આ શ્વાસ કોના નામે ઈશ્વર ?
દુર ક્યા હતો તુ તારાથી ,
ઉભો અરીસા સામે ઈશ્વર !
હુ અંત ને તુ અનાદી ,
જોડી આપણી જામે ઈશ્વર !
-વિરલ વકાણી (ભાવનગર )