રિધ્ધી નથી માત્ર એક નામ
ઝનૂન નું છે બીજું નામ,
આપે છે હિંમત મુશ્કેલી માં એ નામ
સમૃદ્ધિ નું છે બીજું નામ,
શક્તિ ની સખી નું છે એ નામ
રિધ્ધી નથી માત્ર એક નામ,
વૈષ્ણવ છે એ નામ
વિષ્ણુપત્ની નું છે એ નામ,
મને લખવાની પ્રેરણા આપનાર નું છે એ નામ
મારા પ્રેરણાસ્ત્રોત નું છે એ નામ,
રિધ્ધી નથી માત્ર એક નામ
આર્યવર્ધન ના પ્રેમ નું છે એ નામ.