English Quote in Story by Jimmy Jani

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

03-06-2019 *ઓફિસ* Vs *ઘર*

*(ભાગ-૨)*

બીજા દિવસે સવારે

*રાજ* - (સર ની કેબિન મા પ્રવેશતા) સર મને બોલાવ્યો ?

*બોસ* - હા આવ. બેસ. જો સાંભળ.... (અને બોસ કેબિન નો દરવાજો બંધ કરે છે.)

*રાજ* - હા સર બોલો ને.

*બોસ* - હુ 1 વિક માટે બહાર ફરવા જઉ છુ ફેમિલી સાથે તો મારા બધા જ કામ નુ ધ્યાન તારે રાખવાનુ છે. રાખી શકીશ ને ?

*રાજ* - હા સર મને ગમશે આ જવાબદારી.

*બોસ*- (બોસ રાજ ના ખભે હાથ મુકી ને થોડુ હસતા) રાજ તને ખબર છે કાલે સાંજે હુ 6 વાગે તો ઘરે જવા નિકળી ગયો. ઘરે પોહચ્યો તો વાઇફે તરત પુછ્યુ તબિયત તો સારી છે ને ? આજે આટલા વહેલા ? મે કીધુ હા. બાબો કયા છે ? એને કીધુ બહાર રમતો હસે.

પછી ફ્રેશ થયી ને બેઠો ત્યાં જ છોકરો ઘરે આવ્યો અને મે એને ફ્રેશ થવા કીધુ. પછી મે એને કીધુ ચલ આઇસક્રીમ ખાવા જઇયે. પેહલા તો એને મારી સામે જોયા જ કર્યુ. પછી બોલ્યો ચાલો. એનો હાથ પકડી ને હુ નિકળ્યો.

થોડી આગળ જતા એક શોપ પરથી મે એને 2 આઇસક્રીમ લઇ આપ્યા. એ ખુશ થયી ને ખાવા લાગ્યો. પછી ઘરે આવી ને કિચન મા રસોઇ કરતી વાઈફ સાથે ત્યાં જ ઉભા રહીને મે પોણો કલાક એની સાથે વાતો કરી. વાતો ચાલુ જ હતી ત્યાં ડાયરેક્ટર સાહેબ નો કોલ અ‍ાવ્યો. તો મે પેહલી વાર એમનો કોલ કટ કર્યો.

પછી જમી ને થોડુ ટીવી જોઇ ને સુવાની તૈયારી કરતો જ હતો ત્યાંજ છોકરો આવીને કહે પપ્પા તમારી સાથે સુઇ જઉ ? કદાચ 7 વર્ષ માં એ પેહલી વાર આવુ બોલ્યો હશે . આવા આનંદ ની લહેર મે કદાચ પેહલી વાર અનુભવી અને વાઇફ એ મારી ભીની આંખો થી કદાચ જોયી પણ ખરી. પછી આખી રાત એ મને ચોંટી ને સુતો રહ્યો. આ એક એવી ઘટના હતી જે મને કાયમ માટે યાદ રહી જશે.

આજે સવારે ટાઇમસર ઓફિસ આવ્વા નિકળી પડ્યો. જોકે પછી ડાયરેક્ટર નો કોલ આવ્યો અને એ થોડુ બોલ્યા પણ પછી મે રસ્તા મા જ આ નિર્ણય લીધો કે ઓફિસ ને ટાઇમ બહુ આપી દીધો હવે જે પોતાના છે એને ટાઇમ આપી લઉ. એટલે જ કાલ થી 1 વીક માટે ફેમિલિ સાથે ફરવા જઉ છુ. પૈસા હોવાથી બધુ જ સુખ મળી જતુ હોય છે એ મારુ માનવુ હતુ પણ એવુ કઇ જરુરી નથી હોતુ એ હુ તારા થકી શિખ્યો. ગઇ કાલે ઘરના ને થોડો સમય આપતા જે આનંદ મને મળ્યો એ આનંદ લેવા માટે તો કદાચ હવે હુ પણ મોડો પડુ તો નવાઇ નઇ.

*(આ સાથે જ બંન્ને હસી પડે છે)*

English Story by Jimmy Jani : 111186699
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now