03-06-2019 *ઓફિસ* Vs *ઘર*
*ભાગ-૧*
*રાજ* - (સર ની કેબિન મા પ્રવેશતા) સર મને બોલાવ્યો ?
*બોસ* - હા આવ. બેસ. તુ હમણા થી ઓફિસ લેટ કેમ થાય છે ? બાકી સ્ટાફ મને ફરિયાદ કરે છે. લાસ્ટ 15 દિવસ મા તુ 2 મિનિટ થી લઇને 22 મિનિટ લેટ આવેલો છુ.
*રાજ* - હા સર હમણા થોડુ મોડુ થયી જાય છે. એકચ્યુલી મારો છોકરો રોજ જીદ્દ કરે છે કે મને સ્કુલે મુકવા પપ્પા જ આવશે એટલે થોડુ..........
હવે ધ્યાન રાખીશ.
*બોસ* - હુ તો ક્યારેય નથી જતો બાળક ને સ્કુલે મુકવા.
*રાજ* - કદાચ તમારી સામે એ પ્રેમ થી જીદ્દ નહી કરી શકતો હોય.
*બોસ* - એટલે ?
*રાજ* - (હસતા હસતા) એક વાત પુછુ સર ?
*બોસ* - હા પુછને.
*રાજ* - તમે મારા કરતા કદાચ 3-4 વર્ષ મોટા હશો અને તમારે પણ એક બાબો છે અને મને પણ. અને એ બંને લગભગ સરખા જ છે.
*બોસ* - હા સાચી વાત.
*રાજ* - તમે તમારા બાળક ને છેલ્લે ક્યારે ફરવા લઇ ગયા હતા ? અને વાઇફ ને લાસ્ટ કયારે ગિફ્ટ અાપી હતી ?
*બોસ* - યાદ નથી પણ હુ પોંહચુ ત્યા સુધી તો મારો બાબો સુઇ ગયો હોય અને ઉઠે એ પેહલા તો હુ ઓફિસ માટે નિકળી પણ જાઉ. અને જ્યા સુધી મને યાદ છે ત્યાં સુધી વાઇફ ને લગભગ ૮ મહિના પેહલા બર્થડે ની ગિફ્ટ મા સાડી અાપી હતી. બાય ધ વેય કેમ આજે આવો સવાલ ?
*રાજ* - સર કાલે રાતે હુ મારા છોકરા ને આઇસક્રીમ ખવડાવવા લઇ ગયો તો આઇસક્રીમ હાથ મા લેતા જ એને શુ કીધુ ખબર છે ? પપ્પા આઇસક્રીમ બહુ જ સરસ છે અને તમે પણ. એ એટલી માસુમીયત થી બોલે ને કે મારા બધા જ ટેન્શન હુ ભુલી જાઉ. અને આવુ તો ઘણી વાર બને. અને લગભગ 4 દિવસ પેહલા મે મારી વાઇફ ને ખાલી 300 રુપિયા નો મેકઅપ બોક્સ ગિફ્ટ આપ્યો હતો એની ખુશી મા વાઇફ લાસ્ટ 4 દિવસ થી રોજ મારી ભાવતી રસોઇ બનાવે છે જમવા મા.
*બોસ* - સરસ પણ કામ તો કામ હોય ને ભાઇ. બાકીના ફરીયાદ કરે એટલે કેહવુ પડે.
*ક્રમશઃ*..