Gujarati Quote in Good Morning by Kinjal Dipesh Pandya

Good Morning quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#AB ?kunjdeep...

આવી રહયો છું હું જલદી
કહેજો મારી પ્રિયતમા ને દુખી ન થાય લગાર,
મેઘલા વાદળો એ આજ આપ્યો અણસાર...

ચાતક હવે બસ થોડી જ વાર
સંભળાય રહયો મને રાગ મલહાર,
મેઘલા વાદળો એ આજ આપ્યો અણસાર...

તારી તૃષ્ણા ની હું કરીશ તૃપ્તિ
તારા મિલન ના સજાવી નવલા શણગાર,
મેઘલા વાદળો એ આજ આપ્યો અણસાર...

મયુર પંખ ફેલાવી થનગને ચારેકોર
વનરાજીમાં ખુશ થઈ કોયલી કરે ટહુંકાર,
મેઘલા વાદળો એ આજ આપ્યો અણસાર...

મન ગમતી મેઘા નું નામ સાભળી
પ્રેમીઓના હૈયા મલકાય ને હરખાય,
મેઘલા વાદળો એ આજ આપ્યો અણસાર...

રાધા રાહ જોઈ તારી બ્રિજવન માં
માધવ ની મોરલી ના સુર સંભળાય,
મેઘલા વાદળો એ આજ આપ્યો અણસાર...

-કુંજદીપ.

Gujarati Good Morning by Kinjal Dipesh Pandya : 111186545
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now