જે મળે એ કહેતાં રહે છે
કંઇક નવું લખતાં રહો,
દિલને ગમે એવું,આંખોને
ગમે એવું તમે લખતાં રહો,
મનને ગમે એવું,તનને રાહત
મળે એવું તમે લખતાં રહો,
મને ગમે છે,એમ બીજાને
પણ ગમશે,બસ તમે કંઇક
નવું નવું પ્રેમથી લખતાં રહો,
ક્યારેક સુરાની તલવાર જેવું,
ક્યારેક કામદેવના તીર જેવું,
લખાણ તમારું લખતાં રહો.
-રવિ નકુમ 'ખામોશી'
#khamoshi