English Quote in Poem by Shaimee oza Lafj

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જીંદગી નું ગણિત

જીવી લો મજા થી,જીંદગી મળશે નહીં ફરીથી,
કદીએ તમે કમાન માંથી છુટેલુ તીર,ને ગયેલો શબ્દ,
પરત આવતા જોયાં છે,ખરાં.

છોડ ને યાર ઝગડો,આજ છીએ,કાલ કોને જોઈ,
વીતેલા ખટરાગ ને મીટાવી દોસ્તી નો હાથ લંબાઈ લઈને,
સમય ને કોઈ વશ કરી શક્યું છે,ખરાં.

ચાલ ને થોડી ભૂલો ઢાંકીએ,સંબંધ નાં બી રોપીએ,
નિયતી ના વિધાન ને જોઈ શક્યું છે, ખરાં.

ચાલ ને યાર આજ ને મજાની બનાવીએ,
કાલ ની કોણે ખબર,ચિંતા ની ગાંઠ ખોલી,
પળ પળ રંગીન બનાવીએ ,
કુદરત ના ખેલ ને કોઈ સમજી શક્યું છે, ખરાં.

કુદરત નું ગણિત છે,પાકું
જે તમે વાવો તે બમણું કરી આપે,
મરજી આપણી હોય પણ કુદરત સામે,
લાચાર માણસ,
હે માટી ના માણસ તે ગણિત માં કુદરત ને પડકાર્યો છે,ખરાં.

Shaimee oza labj

English Poem by Shaimee oza Lafj : 111185622

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now