વાહવાહીની ક્યાં જરૂર છે મારે,
મારે તો જરૂર છે તારી ચાહતની.
હું આમતેમ ભટકતો રહું છું..!!,
તો એ માત્ર તારી ચાહતને માટે.
કહેવા લાગી દુનિયાં મને પાગલ,
તારી ચાહત માટે દોડું છું એટલે.
મનેય હવે ફિકર નથી રહી કોઈની,
ખોવાયો જ્યારથી ચાહતમાં તારી.
આશિક દીવાનો થઈ ફરે છે ક્યારનો "રવિ",
એને ક્યાં સુધી તડપાવિશ ચાહતમાં તારી.
-રવિ નકુમ 'ખામોશી'
#khamoshi