તું તમસ રાહનું તેજ,
હું અજવાળે ઊભો અંધ...
તું વર્ષાનો મીઠો મેહ,
હું ઉજ્જડ રણનો તાપ...
તું સપ્તરંગ મેઘધનુષી,
હું કાગળ કોરું કટાક...
તું પ્રિતનો અમીસાગર,
હું સૂકો કૂવો ભેંકાર...
તું સવારની મદહોશ ઝાકળ,
હું મધબપોરી આકળ...
અનોખીપ્રિતના બે ઉલટા ધૃવ,
પ્રિતપ્રલય એક દિ' સર્જશે જરુર...