રામાયણ માં રહીમ અને કુરાન માં કૃષ્ણ ને રાખી જોઈએ.. ચાલ ને એક ઈબાદત એવી પણ કરી જોઈએ.
પ્રેમ ક્યાં જોવે છે નાત કે જાત..
ચાલ ને અદ્રશ્ય શક્તિ ને પ્રેમ કરી જોઈએ...
આરતી કરી લે આજે તું મસ્જિદમાં અને મંદિર માં આયાત હું પઢી લઉં બે ચાર..
ચાલ ને બંદગી એક આવી પણ કરી જોઈએ
વહે છે રક્ત એક સરખું જ સહુ માં તો શેનો છે આ વિવાદ...
હૃદય સરસા ચાંપી ને એકબીજાને ...
ચાલ ને ઈદ ને દિવાળી ઉજવી જોઈએ
મૂકી દે વાત હવે તારા ને મારા ધર્મની
ચાલને આપણે એક બનીને નવી પહેલ કરી જોઈએ..
પારુલ ઠક્કર "યાદે"