*ચહેરો*
ચિતડું ચોરી જાય મારું, શામળિયા તારું મનમોહક ચહેરો.
તારે ચહેરા ની સોભા છે અપાર, શ્યામ રંગ લાગે સોહોમણો.
કેશ તાર વાંકળીયા માથે, સોહે મોર પંખ લાગે બહું તું રુપાળો.
એ કાન તારે હોંઠો થી પ્રેમના સૂર વાંસળીએ વગાડતો.
તારા રૂપમાં ગાંડી થઈ ગોપીઓ,
એ મોહન તું મન મોહતો.
તારો ચહેરો કામણગારો, મુરલીધર માંગુ સદા સાથ હું તો.
નર કહે રાખજો સદા સર્વદા અમિદષ્ટિ , વચન એક હું માંગતો.
નારાણજી જાડેજા
નર
મુન્દ્રા કરછ