Gujarati Quote in Shayri by Dipesh Bheda

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

..........શું ફરક પડે?.............
ડૂબતો તરણું ઝાલે તો શું?ફરક પડે?
બળતો સોનાવણી માંગે તો?શું ફરક પડે?

વિશ્વાસ એક શ્વાસ માંગે તો,શું ફરક પડે?
હૃદય એક ધબકાર ચુકે તો,શું ફરક પડે?

હિમાલય સતત પીગળે તો,શું ફરક પડે?
અહમ થોડો ઓગળે તો,શું ફરક પડે?

સગવડો જ અગવડ કરે તો,શું ફરક પડે?
નગ્ન ને શિર,પાઘ આપો તો,શું ફરક પડે?

આદર,માન ન સમજે તો,શું ફરક પડે?
મૌન જંગલ માં પાળે તો,શું ફરક પડે?

દુનિયા આખી ફરીને સમજે,તો શું ફરક પડે?
અંતર્મુખ શુ? ન જાણ્યું તો,શું ફરક પડે?

દિલની વાત ડોક્ટર જ સાંભળે, તો શું ફરક પડે?
કવન પર તાળી ન મળે, તો શું ફરક પડે?

Gujarati Shayri by Dipesh Bheda : 111183935
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now