....#.... એ'તો થાય... એમાં શું....#....
નવા બે ડગલાં માંડો, ને રાહ ભટકી જવાય,
એ'તો થાય.... એમાં શું....?
ચાંદ જોવા ઇચ્છો, ને અમાસ વર્તાય,
એ'તો થાય.... એમાં શું....?
ધખમખ રણમાં વિરળી મળે,ને તરસ મરી જાય,
એ'તો થાય.... એમાં શું....?
માંડ કરીને છિંપ મળે,ને છત્તે ખાલી જણાય,
એ'તો થાય.... એમાં શું....?
ધરમ કરવા જાય,ને ધાડ પડી જાય,
એ'તો થાય.... એમાં શું....?
હંસ માની મોતી ચારો,ને મત્સ્ય જોઇ મલકાય,
એ'તો થાય.... એમાં શું....?
પર પીડાએ પીડાવ,ને પોતાના પીડન કરી જાય,
એ'તો થાય.... એમાં શું....?
મહદેવના દર્શને જાવ,ને પોઠિયો ભટકાય,
એ'તો થાય.... એમાં શું....?
સૌ ભોળાને રીઝવે,ને તું છંછેડતો જાય,
એ'તો થાય.... એમાં શું....
પ્રિત અનોખી કરે,ને પ્રતિક્ષામાં પરોવાય,
એ'તો થાય.... એમાં શું....?
કહે "કમલ",તું ભોળાને ભજ,પ્રિત કર....
ધાર્યું તો ધણીનું જ થાય,ને ધણી તારે કી'ધે જાય,
એ'તો થાય.... એમાં શું....