મંદિર બ્હારે ઝાલર વાગી,
વળી કોઈકની ઈચ્છા જાગી.
માનવ-જીવન આપ્યુ તો પણ,
હજી ના થાક્યો માગી માગી.
ત્યાગ કરીને સર્વ જગતનો,
મોક્ષ પણ પાછો માગે ત્યાગી.
રાગમાં આજ એ ડુબેલા છે,
ભગવાધારી કંઈક વૈરાગી.
ખિલ્યું ફુલ ને, ગુણ કાંટાના,
માંથુ કુંટતો જો બેઠો બાગી.
માનવ સાથે એ મુઠભેડમાં,
ઈશ્વર પણ ના શક્યો તાગી.
તે જ બનાવેલા, તને બનાવે,
ઈશ્વર તું પણ કેવો અભાગી?.
- *કૃષ્ણાંશ રાધે*