બસ એ જ ના થયું.......
અમે બંને એકબીજા વગર અધૂરા.
સવાર થતાં જ હું એના મેસેજ ની રાહ જોતી.
એ યાદ ના કરે તો અધીરી બની ફરતી.
એના સાથે બે દિવસ વાત ના થાયને તો બસ એની ખૂબ ચિંતા થતી.
એનું પણ એવું જ હતું મારા કહ્યા વગર મારા હાલ ખબર પડી જાય.
હાસ્ય પાછળ છુપાયેલું દર્દ એને જણાય જાય.
ક્યારેક એ મને ખૂબ હસાવતો. ક્યારેક મને ખૂબ હેરાન કરતો.
એના થી રિસાઈ જવા પણ ખૂબ મજા આવતી.
હા પણ એને મનાવતા ના જ આવડ્યું. એ રિસાઈ તો એને હેરાન કરવામાં ખૂબ મજા આવતી.
અમને એકબીજા માટે લાગણીઓ હતી. સંભાળ હતી.ચિંતા હતી. એકબીજાનો સાથ હતો.
બસ ન હતો એ પ્રેમ. એને ન થયો. મને થયો.... બસ એ જ ના થયું...