-------- _વેદનાં_ --------
શું કરીશ તું જાણીને મારી સંવેદના,
ભરેલી છે એમાં અસંખ્ય વેદનાં...
આંખેથી આંસુ સારી પડશે તારા,
જાણીને મારા હૃદયની વેદનાં...
નહિ રોકાઈ રુદન તારા હૃદયનું,
જાણી મારા જીવનની વેદનાં...
કરે છે હવે પોકાર હૃદય મૌતની,
થાક્યું છે હવે ઉઠાવીને વેદનાં...
નહીં કપાઈ હવે લાંબુ સફર "રવિ",
તન થાક્યું મારું સહિને વેદનાં...
ક્યાં સુધી..?,કેટલીક ધરું હું 'ખામોશી',
હવે કપરી થતી જાય છે મારી વેદનાં...
-રવિ નકુમ 'ખામોશી'
ગામ : દ્વારકા
જીલ્લો : દેવ ભૂમિ દ્વારકા