Gujarati Quote in Poem by Anjali Shivam

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ક્યારેક એવું પણ બને કે
તને મળવું હોય ને તું ન હોય આસપાસ,

ક્યારેક એવું પણ બને કે
હું બની જાઉં ફૂલ ને તું ભ્રમર બને

ક્યારેક એવું પણ બને કે
હું બની જાઉં શમાં ને તું પતંગો બને

ક્યારેક એવું પણ બને કે
હું બની જાઉં ચાંદની ને તું રાત બને

ક્યારેક એવું પણ બને કે
હું બનું મદમાતી લહેર ને તું કિનારો બને

ક્યારેક એવું પણ બને કે
હું બની જાઉં નીંદર ને તું સ્વપ્ન બને

કયારેક આમ પણ બને,
ક્યારેક તેમ પણ બને,
અને એ રીતે પણ,
આપણે મળીએ....

? Anju Shiva ?

Gujarati Poem by Anjali Shivam : 111182714
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now