ચાલને ઝીંદગી થોડો વિરામ આપ
આ ભાગદોડ ભરી સવાર ને આરામ આપ
ક્યાં સુધી જીવશે બીજા માટે
ચાલને ઝીંદગી થોડું તારું નામ આપ
થઇ છે વ્યસ્ત ઝીંદગી .. બસ નામ કમાવવા
થઈ છે બેદાગ ઝીંદગી ..બસ દામ કમાવવા
ચાલને ઝીંદગી થોડો વિરામ આપ
આ ભાગદોડ ભરી સવારને થોડો આરામ આપ ..
#Trush ❤️