માંગણીઓ મારી કાંટે ના તોલો,
હું તો બસ લાગણીઓનો માણસ છું.
આ મેહેફિલ, મુશાયરા તમોને મુબારક,
હું તો બસ લજાનો માણસ છું.
નવરાશ ની પળોએ માણોને મને,
હું તો બસ રજાનો માણસ છું.
હરાજીમાં કાં મુકો મને,
હું તો બસ નાના ગજાનો માણસ છું.
કંકરો ફેંકી વમળો ઉભા ના કરો મુજ હ્ર્દયમાં,
હું તો બસ ઇજાનો માણસ છું.
મળતા રહો આમજ મુજને
હું તો બસ મજા નો માણસ છું.