ગઝલ લખાય જાય છે
હવે શબ્દો ની ક્યાં કશી જરૂર છે,,
ઇશારો કરતા જ ગઝલ લખાય જાય છે
આ જગત શું સમજવાનું કોઇની વ્યથા
શબ્દોની મહેફીલ થતા જ ગઝલ લખાય જાય છે
આશા રાખી બેઠા આથમતા સુરજ પાસે
પૂનમનો ચાંદ જોતા જ ગઝલ લખાય જાય છે
પળભર માટે થયુ શુ કામનું આ બધુ
પણ તસવીર જોતા જ ગઝલ લખાય જાય છે
ડો.નમ્રતા ધારવિયા