ડિપ્રેશન... એક એવી અવસ્થા જેમાં માણસ જાણે અજાણે ક્યારે સરકી જાય એનો ખ્યાલ જ નથી રહેતો. મનથી જ હારી જશુ તો જીતીશુ ક્યારે! કોઈ પણ સમસ્યા કે પરિસ્થિતિ કાયમી હોતી જ નથી. હા, તકલીફ આવે એટલે મુંઝાઈ જઈએ , વિચારો માં સરી પડીએ આ બધું સ્વાભાવિક છે. પણ એમાંથી બહાર નીકળી ફરી નવી શરૂઆત કરવી એને જ જીવન કહેવાય ને!
આનો એક શ્રેષ્ઠ ઉપાય કહું. બહુ એકલા કે એકાંત માં ન રહેતા મિત્રો કે સ્નેહી ઓ સાથે રહો. દુઃખી હોવ તો કોઈ અંગત ને કહી ને જરા હળવા થઈ જાય. રૂમ બંધ કરી મુક્ત મને રડી લો. ભૂલી ના શકો તો એટલા વ્યસ્ત થઈ જાવ કે યાદ કરવાનો સમય જ ન મળે. સતત પ્રવૃત્તિમાં રહો. આનંદ આવે, જેમની જોડે હસી શકાય એવા મિત્રો બનાવો. નેગેટિવ માણસો થી અંતર વધારી લો. આમ તો મંત્ર નહિ મહામંત્ર કહું... વ્યસ્ત રહો, મસ્ત રહો.