*પૃથ્વી*
પૃથ્વી તારા ગણું એટલાં ઓછાં ઉપકાર.
પૃથ્વી તારી કલંગીમા સોહે ચંદ્રકાંર.
પર્વત નદી અને વહેતા ઝરણાં ના ઝણકાર.
પૃથ્વી તારા ગણું એટલાં ઓછાં ઉપકાર.
પૃથ્વી તારા સ્નેહમાં હિલોળા લેતા રત્નાકર.
તારા બાગ બગીચામાં ફૂલો પર રહેતા મધુકર.
પૃથ્વી તારા ગણું એટલાં ઓછાં ઉપકાર.
પશુ પંખીડા ઉડાન ભરી આવે અંતે તારે દ્વાર.
જલ જીવોને જીવન આપે તારી કૃપા અપાર.
પૃથ્વી તારા ગણું એટલાં ઓછાં ઉપકાર.
મનુષ્ય જીવનમાં પોષણ કરતા તારા અન ભંડાર.
નર કહે સ્વાર્થી માનવી તને પ્રદુષણમા કરે લાચાર.
પૃથ્વી તારા ગણું એટલાં ઓછાં ઉપકાર.
નારાણજી જાડેજા
નર
મુન્દ્રા કરછ