જીવન જીવો તમે જોસ માં કામ તમે કરો હોસ માં.
નસામા લથડી ને પડ્યા વાટ માં, ઈજ્જત ઉડસે સમાજમાં.
શા માટે વસો આલ્કોહોલ રંગમાં ન બેસતા એની સંગ માં.
દુઃખ છે દયા નથી દારુ માં ડોડા અફીણ કામ ન આવે દવામાં.
ઘર ખાલી થાસે બિડી સિગરેટ ના ધુમાડા માં, ફેફસાંમાં ભરાસે ટીબી ના જીવાણુ થી .
ગુટખા તમાકુ થી ફસાસો કેન્સરમા, દિવસો ઓછા થસે પાન માવા મસાલામાં.
માણસો પણ નહીં હોય તમારી સમસાન યાત્રા માં, હાડકાં પણ નહીં બળે મસાણમાં.
નર કહે સમજો સારી સલાહ સાનમાં, મુલ્યવાન જીંદગી વેડફો નહીં વ્યસનમાં.