Megha in matrubharti..
વિષય-સંબંધો નું ગણિત.
લખતી જાય છે,કલમ મારી,મારી જ વ્યથા,2
શબ્દો ને પણ થાક લાગે છે.તો,
એક અલ્પવિરામ પણ જરૂરી છે.
ખીલી ઊઠે છે મારું મન આ બારામાસી જેવુ-2
બારેમાસ ક્યાં વસંત હોય છે.
ઋતુઓ ને પણ પાનખર જરૂરી છે.
રળિયામણા શમણાં લઇ ને વેગે ઊડું હું ગગન માં-2
શ્વેત અશ્વો ની રાજશ્રી સવારી લઇ ને આવે મર્તંડ.
એ રવી ની પણ આથમતી સાંજ જરૂરી છે.
જંખું છું તને,,જુવું છું તારા માં,,,,સમજુ છું તને -2
દુભાવી જાય છે મારા કોમળ
હદય ની લાગણી .... એ.....
તો એવા સંબંધ માં પૂર્ણવિરામ
પણ જરૂરી છે.
લખતી જય છે કલમ મારી,મારી જ વ્યથા....
શબ્દો ને પણ થાક લાગે છે.
મેઘા....