ફરક પડતો હોય તો જ વાત કર,
કાલનોજ ભાવ આજેય ના કર,
ફરક કળી શકે તો જ વાત કર,
માંગ છે કે ગરજ,એ તપાસ કર.
ફરક કેમ પડતો નથી,હાલતમાં,
ક્યારેક તો એવો સવાલ કર.
ફરક પડતો હોય તેવા મનની,
તું ઓછી વધતી દરકાર કર..
ફરક કરતી નથી ક્યારેય કુદરત,
ભેદ ભાવી,માનવી ની વાત ન કર.
ફરક શ્રીમંતને ક્યારેય પડવાનો નથી,
ગરીબની ગરીબીની મજાક ન કર.
ફરક શ્વાસ કે વિશ્વાસ માં પડ્યો,
જીવન મરણ નો પ્રશ્ન હવે ન કર.
ફરક કરી શકે ચોક્કસથી સહાય,
બેપરવાહ બની એને હતાશ ન કર.
ફરક ફિકર નો રહ્યોં બંને વર્ગ માં,.
પંડના પેટની કે સાત પેઢીની વાત ન કર.