સંબંધોના આટા પાટા માં પૂરી અટવાઈ ગઈ,
જીંદગી જીવવાની જ ભૂલાઈ ગઈ.
જીવનની ધટમાળમાં ચારેકોર વિખેરાઈ ગઈ,
તુ સામેલ થયો એના થકી હું સમેટાઈ ગઈ.
તપતા રેગીસ્તાનમાં મીઠી વિરડી બનીને આવ્યો તુ,
જેના નીર થકી હું પૂરી ભિંજાઈ ગઈ.
તારો પ્રેમ પામીને જીંદગીમાં ભળી ગઈ સુગંધ,
ને મારા જીવનરૂપી બગીચામાં ખૂશ્બુ ફેલાઈ ગઈ.
અવ્યક્ત રહ્યો હતો પ્રેમ મારો તારા પ્રતિ.
લાગણીને શબ્દોનો મળ્યો સહારો,
ને કવિતા રચાઈ ગઈ.