Gujarati Quote in Good Morning by Ravi Nakum

Good Morning quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજની સવાર મન ભરીને માણવા દે,
આ "રવિ"વાર મન ભરીને માણવા દે.

સોમવારથી રચ્યો પચ્યો હતો હું કામમાં,
આ "રવિ"વાર મને ભરીને મને માણવા દે.

ક્યાં હતી કાલ ઘડીની ફુરસદ મારાં પાસે,
આજ "રવિ"વાર છે દિલથી મને નાચવા દે.

ફરી પાછો થઈ જઈશ હું વ્યસ્ત કાલથી,
મને તું આજની આજ મોજમાં જીવવા દે.

આખા દિવસો કાળા કોટને ફાઈલો સાથે નીકળે છે,
આજ "રવિ"વાર છે મને પરિવાર સાથે પણ રહેવા દે.

-રવિ નકુમ 'ખામોશી'

Gujarati Good Morning by Ravi Nakum : 111179939

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now