હતાં સપનાં આંખોમાં ઘણાં,
આગમાં ખાખ થઈ ગયાં...
હતાં અરમાનો દિલમાં ઘણાં,
આગમાં ખાખ થઈ ગયાં...
હતાં ભવિષ્ય આ દેશનાં ઘણાં,
આગમાં ખાખ થઈ ગયાં...
હતાં તારલાં માં-બાપની આંખોના,
આગમાં ખાખ થઈ ગયાં...
હતાં એકનાં એક વિરલા બહેનોના,
આગમાં ખાખ થઈ ગયાં...
હતાં એકનાં એક બહેન ભાઈઓનાં,
આગમાં ખાખ થઈ ગયાં...
ઘણાં નીચ માનવોની લાલચમાં,
ઘણાં પરિવારો વેર વિખેર થઈ ગયાં...
કળીએ કળીએ કોતરાઈ છે જીવ મારો,
સ્વાર્થ કાજે તે કુમળાં બાળકોનાં જીવ લઈ લીધાં...
ક્યાં સુધી તું 'ખામોશી' ધરીને બેસીશ 'રવિ',
આ જોતાં..!!, કેટલાં પરિવારોનાં દીપક ઓલવાઈ ગયાં...
સુરત આગ દુર્ઘટનામાં ભોગ બનેલા ભૂલકાઓને મારી અશ્રુ ભીની શ્રદ્ધાંજલિ....???
-રવિ નકુમ 'ખામોશી'