Gujarati Quote in Good Evening by Saddam Sumaniya

Good Evening quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હે આગ !
(સુરત, તા-૨૪-૫-૧૯)

હે આગ !
તને સળગાવી નાખવાનો આટલો જ શોખ હોય તો સળગાવી નાખ એવા બિલ્ડરોની લાલચને કે જેવો એક એક સ્ક્વેર ફૂટ માટે વેચી નાખે છે પોતાના ઝમીરને.

હે આગ !
તને સળગાવી નાખવાનો આટલો જ શોખ હોય તો સળગાવી નાખ એ ભ્રષ્ટાચારને કે જેના કારણે બંધાયા જ કરે છે આવા અસંખ્ય લાક્ષાગૃહો.

હે આગ !
તને સળગાવી નાખવાનો આટલો જ શોખ હોય તો સળગાવી નાખ એ સંચાલકોના લોભને કે જેઓ સરસ્વતીને વેચવા માટે કોઈ પણ જગ્યાએ ખોલી નાખે છે પોતાની ફેક્ટરીઓ.

હે આગ !
તને સળગાવી નાખવાનો આટલો જ શોખ હોય તો સળગાવી નાખ એવા મા બાપોની ઘેલછાને કે જેઓ જાણે-અજાણ્યે જ પોતાના સપનાઓને હોમી દે છે હરીફાઈ ની હોડમાં.

હે આગ ! તને સળગાવી નાખવાનો આટલો જ શોખ હોય સળગાવી નાખ એ સત્તાધીશોની ઊંઘ ને કે જેઓ સંવેદનાના બે શબ્દો બોલીને પાછા સરી પડે છે સત્તાના ઘેનમાં.

હે આગ !
સાચું કહેજે તને પણ પરસેવો વળી ગયો હતો ને ? ભણવામાં મશગુલ થયેલા એ માસૂમોને તારી લપેટમાં લેતા પહેલાં ?

હે આગ !
શું ક્યારેક તું ન બદલાવી શકે ? તારા આ સળગાવી નાખવાના સ્વભાવને ?

Gujarati Good Evening by Saddam Sumaniya : 111179726

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now