-------- _શિવ_ --------
જગતનો તારણહાર તું શિવ હરી,
આંટીઘૂંટી સર્જનારો તું શિવ હરી;
અબળાનો આધાર તું શિવ હરી,
પાંગળાનો આધાર તું શિવ હરી;
અંધકારમાં ઉજાસ તું શિવ હરી,
અંધની ત્રીજી આંખ તું શિવ હરી;
સ્વર્ગનો શાહુકાર તું શિવ હરી,
નરકનો ન્યાયાધીશ તું શિવ હરી;
સુખિયની છે સાથ તું શિવ હરી,
દુઃખીયાનો આધાર તું શિવ હરી;
ગંગને જટે સંઘરનાર તું શિવ હરી,
વિષને કંઠે સંધરનાર તું શિવ હરી;
હર પળ હૃદયે રહેતો મારાં તું શિવ હરી,
હર એક શ્વાસમાં વસતો મારાં તું શિવ હરી;
-રવિ નકુમ 'ખામોશી'