માઈક્રોફિક્શન
**********'**' ***
બળાત્કાર
*****'' '' '**' *'
ખીચોખીચ ભરેલો કોર્ટનો રૂમ તાળીઓથી ગુંજી ઊઠ્યો. વકીલસાહેબે જોરદાર દલીલો કરીને બળાત્કારનો અપરાધ કરનાર ગુનેગારને ફાંસીની સજા અપાવી. ભોગ બનનાર યુવતી અને તેનાં માતાપિતા વકીલનાં ચરણોમાં ઢળી પડ્યાં. બધાએ વકીલને અભિનંદન આપ્યા. જાત પર ગર્વ અનુભવતા વકીલસાહેબ ઘરે ગયા. જોયું તો બેડરૂમમાં પત્નીની લાશ... દવા પીને કરેલી આત્મહત્યા... પોલીસ તપાસમાં મળી આવી એક ચિઠ્ઠી... 'રોજ રોજ બેડરૂમમાં પતિ દ્વારા થતા બળાત્કારથી ત્રાસીને જીવન ટૂંકાવું છું.'
- - - દિપા સોની 'સોનુ'