English Quote in Poem by Shaimee oza Lafj

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

યુગો યુગ બદલાય તોય મર્યાદા ,
ની બેડી સ્ત્રી ને શું કામ?

સદી 12મી હોય કે 21મીપવિત્રતા હોય ,
કે બંધન  સ્ત્રી ને જ શું કામ?

કહે બધાં જમાનો બદલાઇ ગયો,
સ્ત્રીઓ માટે ની રુઢી શુ કામ ન બદલાય?

દુનિયા મંગળે રહેવા જાય સદાય ને,
એક ગરીબ ની દિકરી ને દહેજ નામક
રાક્ષસ ભક્ષી જાય,

દિકરો જન્મે ત્યાં આનંદ માતમ છવાય,
કહેવા માં તો બંને સમાન ના નારા બોલાય,
ને એક બાજું માસુમ પારેવા સમી બેટી કુખે મરાય છે.

દિકરા ના ગુને પડદા પડાય ને
દિકરી ની આઝાદી પર પડદો પડાય છે.

દિકરા ને કુલ દિપક બોલાય છે,
એ સીદ ભૂલી જવાય કુલદિપક,
ને જગતંબા સમી દિકરી અવતરે છે,
આ વાત શું કામ વિસરાઈ જવાય છે?

કોઈ ની દિકરી ને પીંખે મોજ
ખાતર તો તેને નાદાની નામ અપાય,
પર કોઈ દિકરી પોતાની મરજી થી પરણે,
તો સમાજ માં દુઃખ નો ડુંગર ફાટી જાય છે.

દિકરો પુ નામ ના નર્કે ઉગારે
તો દિકરી નર્ક ને ભોય પછડાટ આપે છે,શાન થી,
દિકરો સહારો બને આ વાત છે, તદન ખોટી ,
તેમની પત્ની કાજે માં બાપ ,
ઘરડાઘર મોકલતા જોયા છે,
માં બાપ ના ઘડપણ ની લાઠી છે,દિકરી.

શાનો કુળ દિપક જે મા બાપ ,
ને ઘરડાઘરે મૂકી આવે,
દિકરી ના મા બાપ ને લબ્જ ની વિનંતી,
દિકરી ની જીંદગી માં દખલ બંધ કરો,
ને પતિ ના મા બાપ ને પોતાના ગણે,
તેવી શિક્ષા આપો, દાગીના મકાન,કામ નહીં,
આવે સમયે તમારી શિક્ષા,
સાસુ સસરા નાં અંતર ઠારશે,
તમારી પેઢી ઉગરી જશે.

શૈમી ઓઝા લબ્જ

English Poem by Shaimee oza Lafj : 111178841
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now