Gujarati Quote in Good Morning by Nilay

Good Morning quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક નાનકડું બાળક તેના બંને હાથોમાં એક એક સફરજન લઈને ઊભું હતું...

તેના પિતાએ તેને હસતાં કહ્યું,
“બેટા, એક સફરજન મને આપ તો... "

બસ ... સાંભળતાજ એ બાળકે એક સફરજનમાં બચકું ભરી લીધું....!!!!!!

તેના પિતા કઇંક બોલી શકે તે પહેલાજ એણે તેના બીજા સફરજનમાં પણ બચકું લઈ લીધું...!!!!

તેના નાનકડા બાળકની આ હરકતને જોઈ પિતા તો દંગ જ થઈ ગયા, જાણે આઘાત ન લાગ્યો હોય... ચહેરા પરનું સ્માઇલ જાણે અદૃશ્યજ થઈ ગયું હતું...

બસ ત્યારે......

તેના આ નાનકડા બાળકે ગણતરી ની સેકંડોમાં તેનો નાનકડો હાથ આગળ વધારતા પિતાને કહ્યું,
*“આ લો બાપુ... આવડુ આ વધારે મીઠું છે...!”...

*કદાચ આપણે ક્યારેક ક્યારેક પૂરી વાત જાણ્યા વગર સમાપન સુધી પહોચી જઈએ છીએ. અને ખોટી ધારણાઓ બાંધી લઈએ છીએ...*

કોઈએ કેટલું સરસ કહ્યું છે...

*“નજરનું ઓપરેશન તો શક્ય છે પણ નજરિયાનું નહીં...!!!”*

Gujarati Good Morning by Nilay : 111178265
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now