થઈ ગયું સપનું સાકાર આ મોદી છે
થઈ વિરોધીઓની હાર આ મોદી છે
સૂરજ હવે વધુ સોનેરી થઈ ઉગશે
સવાસો કરોડનો જનાધાર આ મોદી છે
એક કાંકરે અનેક પક્ષી વીંધે છે એ
સમર્થકોના ગળાનો હાર આ મોદી છે
નવાં પાંચ વર્ષ નવી પ્રગતિની દિશા
આશભરેલી પ્રજાનો આધાર આ મોદી છે
ચોતરફ જીતનો ઉડે છે ગુલાલ
ફરી સિંહાસન પર સવાર આ મોદી છે
પૂજન મજમુદાર. ૨૩ ૫ ૨૦૧૯