*તાજગી*
તારા વિના નથી મારી જીંદગી,
તું જ મારી ખુશી અને તુંજ બંદગી.
તારા સ્નેહમાં પ્રેમની તાજગી,
તારી હર એક વાત મને લાગે વ્યાજબી.
આજ મારી તાજગી પિયરમાં ફરવા ગઈ, મને એની યાદમાં અહીં મુક્તિ ગઈ.
ભુલી નથી જવાતા પુરાની યાદના કિસ્સાઓ, કોઈ એક બિજાના હોય છે હિશાઓ.
આમજ ચાલતા રહે જીંદગીના રસ્તા, ભલે ને હોય ખાડા ખાબોચિયાઓ.
વાત નીકળી છે યાદની, "નર" કહે નભ ને પણ આજે આખી ચાંદની મળે.
આંખ ના ઓરતા એવા એ તો પુનમના ચાંદ જોયા કરે,
નર કહે ક્યાંક અંધારી રાતમાં ચમકતા આપ જેવા મિત્રો ના સિતારા બની મળે.
મળે સોનેરી પ્રકાશ તમને અમને તમારી સુવાસ મળે , ખીલી ઉઠો હરિયાળા થઈ તમ થકી અમને શીતળ છાંય મળે.
તકદીર ક્યાં એવી કે અંધારી રાત ના તારા બનીએ, આપ રજા આપો તો સૂરજના કિરણ બની તમને અડકી રહીયે.
અમે નાજુક ગુલાબની પાંદડી, ઝાકળ થી જાગી જઈએ જરા મળે સોનેરી પ્રકાશ.
છાંયા તો છત્ર કરે તેમ કહો શિતળ છાંયા ની સાથે મીઠાં ફળ બની ને ખરી પડીએ.
નર