છે નહીં કશું મારી કને એટલે તો
લાગણીઓ વ્યક્ત કરું છું..
જો હોય કોઈ દ્વિધામાં તો
ઈશ્વર પાસે વ્યક્ત કરું છું..
જો હોઈ કોઇપણ મુશ્કેલી
માતા ના ખોળે જઈ વ્યક્ત કરું છું..
ક્યારેક માઠું લાગે જો કોઈથી
તો રિસાઈ ને વ્યક્ત કરું છું..
ક્યારેક ખુશ હોવ કોઈ પળે
તો મન માં હસી ને વ્યક્ત કરુ છું..
નાની મોટી વાતોથી જો થાવ આહત
તો એકલતા માં જઈને વ્યક્ત કરું છું.
મારા જો મને પહોંચાડે દુઃખ
તો ખૂબ રડી ને વ્યક્ત કરું છું
મારા જો મને પહોંચાડે દુઃખ
તો ખૂબ રડી ને વ્યક્ત કરું છું
મળે જો કોઈ મિત્ર જુના તો
ખૂબ પજવણી વ્યક્ત કરું છું..
છે નહીં કશું મારી કને એટલે તો
હું લાગણીઓ વ્યક્ત કરું છું